આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે ખરાબ અસર
અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ પણ થયો હતો. આથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આજના દિવસથી જ ઋતુ પરિવર્તન પણ થાય છે. આજના દિવસે શિષ્ય દ્વારા ગુરુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે. ગુરુ શબ્દના અર્થની વાત કરીએ તો તેમાં ગુ શબ્દનો અર્થ એ છે કે અંધકાર અને રુ શબ્દનો અર્થ થાય છે દૂર કરનાર, એટલે કે અંધકારને દૂર કરનાર વ્યક્તિ ગુરુ. ગુરુને યથાશક્તિ દક્ષિણ, પુષ્પ, વસ્ત્ર, વગેરે ભેટ કરે છે. ગુરુ પૂર્ણિમા આ વર્ષે 5 જુલાઈ રવિવારના રોજ ઉજવાઈ રહી છે. આજના દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે. આજનું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે નહીં. તેનું સૂતક પણ નહીં લાગે. વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ છે. હવે છેલ્લુ ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના રોજ જોવા મળશે.
આ રાશિ માટે ખરાબ
ચંદ્રગ્રહણ સવારે 8.37 વાગે શરૂ થશે અને ત્યારબાદ 9 વાગ્યેને 59 મિનિટે તેનો સૌથી વધુ પ્રભાવ જોવા મળશે. સવારે 11 વાગ્યેને 22 મિનિટ પર તે પૂરું થશે. ચંદ્રગ્રહણ લગભગ બે કલાક 43 મિનિટ અને 24 સેકન્ડ રહેશે.
જ્યોતિષ મુજબ ચંદ્રગ્રહણ ધનુ રાશિમાં લાગી રહ્યું છે. 30 જૂનના રોજ દેવ ગુરુ વૃસ્પતિ ધનુ રાશિમાં પ્રવેશ કરી ચૂક્ય છે. આ રાશિમાં પહેલેથી રાહૂ છે. આવામાં ચંદ્ર ગ્રહણ દરમિયાન વૃસ્પતિ પર રાહુની દ્રષ્ટિ ધનુ રાશિને સીધી પ્રભાવિત કરશે. ચંદ્રગ્રહણનો ધનુ રાશિના જાતકો પર સૌથી વધુ પ્રભાવ રહેશે. ગ્રહણના કારણે ધનુ રાશિના જાતકોને માનસિક તણાવ, માતાને કષ્ટ, નિર્ણય લેવામાં પરેશાની, અને પેટના નિચેના ભાગો સંબંધિતમ મુશ્કેલી આવી શકે છે.
કોણ હોઈ શકે તમારા ગુરુ?
સામાન્ય રીતે આપણે શિક્ષા પ્રદાન કરનારાને જ ગુરુ સમજીએ છીએ પરંતુ હકીકતમાં જ્ઞાન આપનારા શિક્ષક ખુબ આંશિક અર્થમાં ગુરુ હોય છે. જન્મ જન્માન્તરના સંસ્કારોથી મુક્ત કરાવીને જે વ્યક્તિ કે સત્તા ઈશ્વર સુધી પહોંચાડી શકે છે એવી સત્તા જ ગુરુ હોઈ શકે છે. ગુરુ માટે શિષ્યનું હિત સર્વોપરી હોય છે. શિષ્યના હિતમાં તેનું ભવિષ્ય સુધારવા માટે ગુરુ તેને કડવા વચનો પણ કહેતા ખચકાતા નથી. ગુરુ તેના શિષ્યના જીવનને આકાર આપવાનું કામ કરે છે. જીવન જીવવાની કળા શિખવાડે છે. હિન્દુ ધર્મમાં ગુરુ હોવાની તમામ શરતો ગણાવવામાં આવી જેમાંથી 13 શરતો આ પ્રકારે છે.
-शांत/दान्त/कुलीन/विनीत/शुद्धवेषवाह/शुद्धाचारी/सुप्रतिष्ठित/शुचिर्दक्ष/सुबुद्धि/आश्रमी/ध्याननिष्ठ/तंत्र-मंत्र विशारद/निग्रह-अनुग्रह
કેવી રીતે કરવી ગુરુની ઉપાસના?
- ગુરુને ઉચ્ચ આસને બિરાજમાન કરવા
- તેમના ચરણ જળથી ધુઓ અને લૂછો.
- ત્યારબાદ તેમના ચરણોમાં પીળા કે સફેદ પુષ્પ અર્પણ કરો.
- ત્યારબાદ તેમને શ્વેત કે પીળા વસ્ત્રનું દાન કરો.
- યથાશક્તિ મુજબ ફળ, મિઠાઈ દક્ષિણ આપો.
- ગુરુને આ તમામ અર્પણ કરેલું સ્વીકાર કરવાની પ્રાર્થના કરો.